આપણે ટૉઇલેટ ફુટવેઅર તરીકે વાપરીએ છીએ એ હવાઈ સ્લિપર્સ સાઉદી અરેબિયામાં વેચાય છે એક લાખ રૂપિયામાં

17 July, 2024 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયોમાં બ્લુ પટ્ટીવાળાં સફેદ સ્લિપર્સને એક સ્ટાફનો માણસ કાચના ટેબલ પર મૂકે છે અને એની ખાસિયત વર્ણવી રહ્યો છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

સાઉદી અરેબિયાની એક ફુટવેઅરની દુકાનનો વિડિયો વાઇરલ થયો છે. એમાં એક સ્લિપર્સની કિંમત લગભગ એક લાખ રૂપિયાથી વધુ છે એવું પાટિયું લાગેલું છે. આ સ્લિપર્સમાં એવાં કોઈ મોતી જડેલાં નથી. આ એ હવાઈ ચંપલ છે જેને આપણે મોટા ભાગે ટૉઇલેટમાં પહેરવા માટેના ફુટવેઅર તરીકે વાપરીએ છીએ. વિડિયોમાં બ્લુ પટ્ટીવાળાં સફેદ સ્લિપર્સને એક સ્ટાફનો માણસ કાચના ટેબલ પર મૂકે છે અને એની ખાસિયત વર્ણવી રહ્યો છે. એની કિંમત ૪૫૦૦ રિયાલ એટલે કે ૧,૦૦,૩૦૫ રૂપિયા છે. 

saudi arabia offbeat news offbeat videos viral videos