મમ્મી તો મમ્મી જ છે, ડબામાં ઍરપૉડ્સ મોકલ્યાં

06 October, 2024 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરી પાસે એ ડબો પહોંચ્યો અને તેણે ખોલીને જોયું તો તે ખડખડાટ હસી પડી

ટિફિનના ડબામાં ઍરપૉડ્સ

આવું ભેજું તો મમ્મી પાસે જ હોય. ગોરેગામની ઝોમાટો કર્મચારી બહાર બત્રા ઑફિસ પહોંચી ત્યારે ખબર પડી કે ઍરપૉડ્સ તો ઘરે જ રહી ગયાં છે. એટલે તેણે મમ્મીને ફોન કરીને કહ્યું કે ‘ઍરપૉડ્સ ભૂલી ગઈ છું. કોઈ ડિલિવરી સર્વિસથી ઑફિસ મોકલાવી દેજે.’ ઍરપૉડ્સ ઍપલનાં હતાં એટલે મોંઘાં જ હોવાનાં એટલે મમ્મીએ કોઈ નુકસાન ન થાય એટલે ઍરપૉડ્સને પ્લાસ્ટિકની કોથળીમાં મૂક્યાં અને એ કોથળી સ્ટીલના ટિફિનના ડબામાં મૂકીને ડિલિવરી કરાવી. દીકરી પાસે એ ડબો પહોંચ્યો અને તેણે ખોલીને જોયું તો તે ખડખડાટ હસી પડી. ‘મમ્મી તો મમ્મી જ છે’ કદાચ આવું પણ બોલી ગઈ હશે. 

national news india social media offbeat news