અજબગજબ: રીલ કે લિએ કુછ ભી? સાઇનબોર્ડ પર પુશ-અપ કરતો દેખાયો યુવક

30 September, 2024 12:51 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

અમેઠીના એક યુવકે જીવ જોખમમાં મૂકતો સ્ટન્ટ કરીને સોશ્યલ મીડિયા પર એની રીલ શૅર કરી છે. નૅશનલ હાઇવે-૯૩૧ પાસે અમેઠી પાસેના સાઇનબોર્ડ પર લટકીને ભાઈસાહેબે પુશ-અપ્સ કર્યાં છે

સાઇનબોર્ડ

અમેઠીના એક યુવકે જીવ જોખમમાં મૂકતો સ્ટન્ટ કરીને સોશ્યલ મીડિયા પર એની રીલ શૅર કરી છે. નૅશનલ હાઇવે-૯૩૧ પાસે અમેઠી પાસેના સાઇનબોર્ડ પર લટકીને ભાઈસાહેબે પુશ-અપ્સ કર્યાં છે. સાઇનબોર્ડ લગભગ ૧૦ મીટર ઊંચું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ રીલમાં સિદ્ધુ મૂસેવાલાનું ગીત સંભળાઈ રહ્યું છે. હવે ઉત્તર પ્રદેશની પોલીસ એ યુવકને શોધી રહી છે. 

ભોપાલ પાસેના બજરિયામાં રહેતા ૨૮ વર્ષના તરુણ શર્મા નામના યુવાને ફાંસો ખાઈને આત્મહત્યા કરતાં પહેલાં સુસાઇડ-નોટમાં લખ્યું હતું, ‘મને સાત આત્મા હેરાન કરતા હતા એટલે એનાથી ત્રસ્ત થઈને મેં આ પગલું ભર્યું છે.’

આ દુર્ગા પંડાલમાં જ્યાં જુઓ ત્યાં પ્લાન્ટ જ પ્લાન્ટ છે


કલકત્તામાં જાજરમાન દુર્ગા પંડાલ બનતા હોય છે. એમાં આ એક હટકે અને સામાજિક સંદેશો આપતો માતાજીનો પંડાલ છે. એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી દુર્ગામાના આ પંડાલમાં માતાજીની મૂર્તિ હોય કે આસપાસની સજાવટ, બધું જ જાતજાતના પ્લાન્ટ્સથી બનેલું છે. 

અળવીના પાન પર કમાલની કોતરણી


ભારતના પૂર્વીય વિસ્તારોમાં નવરાત્રિ દરમ્યાન દુર્ગાપૂજા ફેસ્ટિવલ ધામધૂમથી ઊજવાય છે. અગરતલામાં એ નિમિત્તે એક પાન-કોતરણીના કલાકારે જાયન્ટ અળવીના પાન પર સુંદર કોતરણી કરી છે. દેવી પાર્વતી ગણેશજીને કાખમાં લઈને ઊભાં હોય એવી કોતરણી લીફ આર્ટિસ્ટ શુભમ સહાએ કરી છે. 

સ્કૂલના છોકરાઓએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ટીચરની અશ્લીલ તસવીર બનાવી

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ચોંકાવનારો કેસ બન્યો છે. એક સ્કૂલના નવમા ધોરણના બે વિદ્યાર્થીઓએ પોતાની ટીચર-મૅમની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી અશ્લીલ તસવીરો બનાવીને એને સોશ્યલ મીડિયા પર મૂકી દીધી હતી. એ તસવીર વાઇરલ થયા પછી એ ક્યાં બની છે એની તપાસ કરતાં ખબર પડી કે એ ટીચરની જ સ્કૂલના નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ આ હરકત કરી છે. 

amethi bhopal kolkata social media offbeat news national news