25 September, 2024 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુવાને લોખંડમાંથી આઇફોન બનાવ્યો
ઍપલે હમણાં જ આઇફોનની સિરીઝ 16 અને 16 પ્રો મૅક્સ લૉન્ચ કર્યો છે. લોકોને આઇફોનનું એટલુંબધું વળગણ છે કે નવો આઇફોન લેવા લાખો લોકો લાંબી-લાંબી લાઇનમાં ઊભા રહ્યા હતા. આ ફોનની કિંમત ૮૦ હજારથી દોઢ લાખ રૂપિયા સુધીની છે એટલે સામાન્ય માણસને તો સપનામાં પણ આઇફોન 16 મોંઘો પડે, પણ એક લુહારે ગજબનો આઇડિયા વાપર્યો અને એની પાસે અડધા કલાકમાં જ આઇફોન 16 પ્રો મૅક્સ આવી ગયો. એ યુવાને લોખંડમાંથી આઇફોન બનાવી નાખ્યો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થયો છે.