દીકરાને ગણિતનો દાખલો ન આવડ્‍યો તો પિતાએ દાડમ ફેંક્યું, એ ઘાથી દીકરાની બરોળ ફાટી ગઈ

29 May, 2024 09:46 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

પિતાએ ગુસ્સામાં તેના પર દાડમનો ઘા કર્યો હતો જેથી તેની બરોળ ફાટી ગઈ હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચીનમાં એક માણસે પોતાના દીકરાને ગણિતનો દાખલો ન આવડતાં તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી નાખ્યો હતો. ત્રીજા ધોરણમાં ભણતો દીકરો તેના પિતા સાથે બેસીને ગણિતનું હોમવર્ક કરતો 
હતો ત્યારે એક દાખલો વારંવાર સમજાવવા છતાં તેને ન સમજાતાં પિતાએ ગુસ્સામાં તેના પર દાડમનો ઘા કર્યો હતો જેથી તેની બરોળ ફાટી ગઈ હતી. બાળકને દાડમ વાગ્યું ત્યારે તે પીડાને લીધે ચીસો પાડવા લાગ્યો હતો. બીજા દિવસે બાળકે પેટના દુખાવાની ફરિયાદ કરતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેની બરોળ ફાટી ગયાનું નિદાન કર્યું હતું.

ચીનમાં વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જોકે આવા કિસ્સાઓમાં ઘણી વાર પીડિત કે ઘરના સભ્યો તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવતી એટલે મામલો બહાર આવતો નથી. આ પહેલાં અમેરિકામાં બનેલી ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી જ્યારે એક પિતાએ પોતાના દીકરાને ટ્રેડમિલ પર દોડાવીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી નાખ્યો હતો અને થોડા જ દિવસોમાં તે મૃત્યુ પામ્યો હતો.

offbeat news china Crime News