બોલો, રેલવે‍-ટ્રૅક પર નિરાંતે સૂઈ ગયેલા આ માણસને રેલવેનું હૉર્ન પણ ન સંભળાયું

26 August, 2024 11:17 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

લોકો પાઇલટ ટ્રેન રોકવામાં સફળ રહ્યો અને ભાઈ બચી ગયા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

પ્રયાગરાજના મઉ આઇમા ગામ પાસેના રેલવે-ટ્રૅક પર એક જબરી ઘટના બની હતી. એક માણસ છત્રી લઈને ભરબપોરે રેલવે-ટ્રૅક પાસે જઈને સૂઈ જાય છે. આ ટ્રૅક પર અનેક ટ્રેનોનો આવરોજાવરો રહેતો હોય છે અને છતાં આ ભાઈએ નિરાંતની ઊંઘ ખેંચવા આ જગ્યા પસંદ કરી હતી. સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરે છે જેમાં જોઈ શકાય છે કે ટ્રૅક પર સૂતેલા આ ભાઈને જગાડવા માટે ટ્રેન પાઇલટે દૂરથી જોરજોરથી હૉર્ન વગાડ્યું, પણ એય ભાઈને સંભળાયું નહીં. ભલું થજો કે લોકો પાઇલટ ટ્રેન રોકવામાં સફળ રહ્યો અને ભાઈ બચી ગયા. લોકો પાઇલટ નીચે ઊતરીને સૂઈ રહેલા આ કુંભકર્ણને જગાડે છે ત્યારે ભાઈસાહેબ જાગે છે.

offbeat news uttar pradesh national news viral videos