midday

હઝારીબાગમાં દેખાયું એલિયન! `ચુડેલ-ચુડેલ` કહીને દોડ્યા લોકો

31 May, 2021 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વિચિત્ર પ્રાણીનો રસ્તા પર ફરતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી દરેક જણ પોતાના અનુમાન લગાડે છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ઝારખંડના હઝારીબાગમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં હઝારીબાગ ટૂ ચતરા રોડ છડવા ડેમના નવા પુલ પર ગઈ કાલે રાતે 8 વાગ્યાની નજીક એક આળવિતરું પ્રાણી જોવા મળ્યું છે.

આ પ્રાણી ખરેખર છે, વિચિત્ર છે, એલિયન છે કે ચુડેલ આ વિશે હાલ કંઇપણ કહેવું મુશ્કેલ છે પણ આને જોયા પછી આવતા જતા દરેક પ્રવાસી તેમજ બાઇક ચાલક સહેમી ગયા છે.

આ વિચિત્ર પ્રાણીનો રસ્તા પર ચાલતો હોય એવો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી દરેક વ્યક્ત પોત-પોતાના અનુમાન લગાવે છે. જ્યાં સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એક એલિયન છે, તો અન્ય કહી રહ્યા છે કે આ ભૂત છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે આ એક મનુષ્ય જ છે પણ રાત હોવાને કારણે વીડિયોમાં સ્પષ્ટ દેખાતું નથી, પણ સામાન્ય રીતે આ પ્રકારની આકૃતિ માનવીઓની નથી હોતી. હાલ આ વીડિયો હઝારીબાગમાં ચર્ચાનો વિષય છે.

જો કે, આ વીડિયોમાં કેટલી હકીકત છે એ કહેવું પણ હાલ તો મુશ્કેલ જ છે. કારણકે જેમણે આ વીડિયો વાયરલ કર્યો છે તે આ પ્રકારના અંધવિશ્વાસ ફેલાવવાના માહેર ખેલાડી છે.

offbeat news offbeat videos national news