29 November, 2022 07:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
જ્યારથી કોરોના મહામારીએ (Coronavirus) દેખા દીધી ત્યારથી જ વર્ક ફ્રૉમ હોમ (Work From Home) કામ કરતા લોકોના જીવનનો ભાગ (Part of Life) થઈ ગયો છે. પછી જરા વિચારી જુઓ કે લગ્નના દિવસ પણ જો દુલ્હો (Groom Working from home on the wedding day) કામ કરી રહ્યો છે તો તેના પર કામનું કેટલું પ્રેશર (Work Pressure) હશે. આમ તો લગ્નનો દિવસ દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ હોય છે. આને આ રીતે પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
પછી જ્યારે એક તસવીર એવી સામે આવે છે જેમાં દુલ્હો મંડપમાં જ લેપટૉપ પર કામ કરી રહ્યો છે અને આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એક તરફ જ્યાં લોકો આ તસવીર જોઈને હસી રહ્યા છે, મજાક ઉડાડી રહ્યા છે તો બીજી તરફ કેટલાક એવા પણ છે કે આ વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કોસી રહ્યા છે. હકિકતે, આ તસવીરને એક ઇન્સ્ટાગ્રામ પેજ જેનું નામ આઇજી કલકત્તા (IG Calcutta)એ 25 નવેમ્બરના શૅર કરી હતી.
તસવીર પર આવી રહી છે જાત ભાતની કોમેન્ટ્સ
આ તસવીર પોસ્ટ કરતા જ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ તસવીરને અત્યાર સુધી 10 હજારથી વધારે લાઇક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચૂક્યા છે. તસવીર શૅર કરતા કૅપ્શન આપવામાં આવ્યું - જ્યારે વર્ક ફ્રૉમ હોમ તમને એક અલગ લેવલ પર લઈને જાય છે. આ તસવીરમાં દુલ્હો બેસીને લેપટૉપ પર કામ કરી રહ્યો છે અને તેની પાસે બે શખ્સ વધુ બેઠા છે.
સોશિયલ મીડિયાનું રિએક્શન
જો કે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તે ઑફિસનું કયું કામ કરી રહ્યો હતો કે પછી માત્ર દેખાડા ખાતર લેપટૉપ લઈને બેઠો પણ આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કેટલાક લોકો આ તસવીર જોઈને હસી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે લગ્નના દિવસે પણ આ શખ્સ પોતાના લગ્નને એન્જૉય નથી કરી શકતો.
આ પણ વાંચો : બ્રિટનમાં ઑફિસના કલાકો દરમ્યાન ૫૦ ટકા લોકો કરે છે મૅસ્ટરબેશન
એક યૂઝરે લખ્યું કે મને નથી લાગતું કે આ ફની છે. કોઈપણ ઑર્ગનાઈઝેશન કોઈપણ શખ્સને તેના લગ્નના દિવસે કામ કરવા માટે કહેશે. આ વ્યક્તિને એક જીવનની જરૂર છે અને એ પણ શીખવાની જરૂર છે કે વર્ક લાઈફને કેવી રીતે બેલેન્સ કરીને રાખવું જોઈએ, જો તે ખરેખર સાચી વાત છે તો. ભગવાન તે મહિલાનું ભલું કરે જેની સાથે તે લગ્ન કરી રહ્યો છે.