નોએડામાં થઈ ‘પકોડા ગૅન્ગ’ ઍક્ટિવ ચોરી કરતાં પહેલાં કિચનમાં પાડે છે ધાડ

26 July, 2024 01:16 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ પૅટર્નને કારણે ઘણા સવાલ ઊભા થાય છે કે પોલીસ કેમ અત્યાર સુધી એ ગૅન્ગને નથી પકડી શકી.

પ્રતીકાત્મક તસવીર

નોએડામાં એક અજીબોગરીબ ચોરોની ગૅન્ગ ઍક્ટિવ થઈ છે. તેઓ ચોરી કરતાં પહેલાં રસોડામાં ધાડ પાડે છે. આ ગૅન્ગે દસથી વધુ ઘરમાં ચોરી કરી છે. જોકે તેમની ચોરી કરવાની સ્ટાઇલ થોડી અલગ છે. તેઓ ચોરી કરતાં પહેલાં કિચનમાં જઈને પકોડા બનાવે છે. એ માટે તેઓ રિસર્ચ કરીને ચોક્કસ ઘર પસંદ કરે છે. ચોરી જે ઘરમાં કરે છે એ ઘરમાં તેઓ ઘણા કલાક પસાર કરે છે. ઘણાં ઘરમાં તેઓ પાન ખાઈને ત્યાં જ થૂંકે પણ છે. તેમની આ પૅટર્નને કારણે ઘણા સવાલ ઊભા થાય છે કે પોલીસ કેમ અત્યાર સુધી એ ગૅન્ગને નથી પકડી શકી.

offbeat news noida delhi news Crime News