14 September, 2024 11:23 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં ચતુર્ભુજ જાટ નામના એક ખેડૂતે પોતાના દીકરાની મનોકામના પૂર્ણ થાય તો તે દીકરાને તેજાજી મહારાજના મંદિરમાં દશમીના અવસરે ચલણી નોટોથી તોલીને એનું દાન કરશે. દીકરાની આ વિધિ કરવા માટે તેણે ઘણા સમયથી ૧૦-૧૦ રૂપિયાની નોટોનું બંડલ એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું. ગઈ કાલે જ્યારે તેની આ માનતા પૂરી થઈ રહી છે એવા સમાચાર ગામમાં ફેલાયા એટલે આ પ્રસંગના સાક્ષી બનવા લોકોની જબરી ભીડ જામી હતી.
ચતુર્ભુજ જાટે ચાર વર્ષ પહેલાં માનતા માની હતી અને હવે તેનો દીકરો ૩૦ વર્ષનો છે. વીર તેજાજી મંદિરમાં ગઈ કાલે તેની તુલાવિધિ થઈ હતી. ત્રાજવામાં એક તરફ દસ લાખ ૮૩ હજાર રૂપિયાની ચલણી નોટો મુકાઈ ત્યારે તુલા સમતોલ થઈ હતી. ખેડૂતે આ રાશિ મંદિરમાં દાન કરી દીધી હતી.