દંડવત‍્ કરતાં-કરતાં દોઢ વર્ષે દર્શન કર્યાં મહાકાલનાં

02 June, 2024 10:51 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં ઉજ્જૈન પહોંચીને યુગલે મહાકાલનાં દર્શન કર્યાં હતાં.

પંચાવન વર્ષના શંભુ

રાજસ્થાનના બાડમેરમાં રહેતું કપલ પંચાવન વર્ષના શંભુ અને તેની પત્ની પૂજા ઉજ્જૈન મહાકાલના મંદિરે જવા નીકળ્યાં હતાં. શંભુએ દંડવત પ્રણામ કરતાં-કરતાં ૬૫૦ કિલોમીટરનું અંતર દોઢ વર્ષે પાર કર્યું હતું. તાજેતરમાં ઉજ્જૈન પહોંચીને યુગલે મહાકાલનાં દર્શન કર્યાં હતાં.

લંચ-બૉક્સમાં સૅલડની સાથે થોડું માંસ

ઇન્ડોનેશિયાથી હૉન્ગકૉન્ગ થઈને તાઇવાન જઈ રહેલા એક પૅસેન્જરના લંચ-બૉક્સમાં સૅલડની સાથે થોડું માંસ પણ હતું જે તાઇવાનમાં પ્રોહિબિટેડ આઇટમ હતી. આ કારણે તાઇવાનમાં ઍરપોર્ટ પર ઊતરતાં જ પૅસેન્જરને ૪૮,૦૦૦ ડૉલર એટલે કે લગભગ પાંચ લાખ રૂપિયાનો ફાઇન કરીને પાછો હૉન્ગકૉન્ગ મોકલી આપવામાં આવ્યો હતો.

offbeat videos offbeat news ujjain religious places