05 June, 2023 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છત્તીસગઢવાસીએ પોતાના વેડિંગકાર્ડમાં મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો પ્રિન્ટ કરાવ્યો
ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સમગ્ર દુનિયામાં ફૅન્સ છે. આ ક્રિકેટર હજી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. હવે છત્તીસગઢમાં એક યુવકે તેના વેડિંગકાર્ડમાં સીએસકેના કૅપ્ટનનો ફોટો અને તેની આઇકૉનિક જર્સી નંબર-૭ને પ્રિન્ટ કરાવીને એમએસ ધોની પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ડાયહાર્ડ ફૅને તેના વેડિંગકાર્ડની બન્ને બાજુ આ ક્રિકેટરનું નામ અને એની સાથે ‘થાલા’ શબ્દ પ્રિન્ટ કરાવ્યો છે. તેણે તેના આ ખાસ દિવસ માટે એમએસ ધોનીને આમંત્રણ પણ મોકલ્યું છે.