કૅનેડાની એક ડૉક્ટરે વિડિયો બનાવીને ફૉલોઅર્સને કહ્યું, આજે મારો છેલ્લો દિવસ છે

12 May, 2024 02:46 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૩૧ વર્ષની કિંબર્લીનું ૮ મેએ નિધન થયું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પર પોતાની કૅન્સર-જર્ની શૅર કરી હતી.

કિંબર્લે નિક્સ

કૅનેડાના કૅલગરી શહેરની એક ડૉક્ટરે પોતાના મૃત્યુની માહિતી વિડિયો દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કિંબર્લે નિક્સ નામની આ મહિલા છેલ્લાં ત્રણ વર્ષથી મેટાસ્ટિક સારકોમા નામના કૅન્સર સામે ઝઝૂમી રહી હતી. કૅન્સર સામેના પોતાના જંગને લઈને તે અવારનવાર વિડિયો પોસ્ટ કરતી હતી. જોકે શૉકિંગ વાત એ છે કે તેણે પોતાના મૃત્યુના દિવસે વિડિયો પોસ્ટ કર્યો હતો અને એ વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘જો તમે આ વિડિયો જોઈ રહ્યા હશો એ દરમ્યાન મારું મૃત્યુ થઈ ચૂક્યું હશે. સોશ્યલ મીડિયાએ મને ઘણુંબધું  શીખવ્યું છે અને એને લીધે મને જીવવાનું કારણ મળ્યું હતું...’  જોકે આટલું કહીને તેણે આંખમાં આંસુ સાથે પોતાના ફૉલોઅર્સને કાયમ માટે અલવિદા કહી દીધું હતું. ૩૧ વર્ષની કિંબર્લીનું ૮ મેએ નિધન થયું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પર પોતાની કૅન્સર-જર્ની શૅર કરી હતી.

offbeat news canada cancer