ડૉક્ટરને પાંચ દિવસ બાદ પાછી મળી ખોવાયેલી ડાયમન્ડ રીંગ

11 February, 2024 01:54 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોને પણ પૂછ્યું, પરંતુ તેમણે કાંઈ ન કહેતાં આખરે ફૅસિલિટીઝ ટીમનો સંપર્ક કર્યો.

રિંગ ડૉક્ટર

બ્રિટનનાં એક ડૉક્ટરને ​સ્ક્રબ્સની એક પૅરના ખિસ્સામાં ૧૦૦ માઇલનો પ્રવાસ કર્યા બાદ ડાયમન્ડ રિંગ પાછી મળી હતી. ​લંડનની રૉયલ હૉસ્પિટલમાં રજિસ્ટર ઍનેસ્થેટિસ્ટ​​ સૂરજ શાહે જણાવ્યું કે શિફ્ટ માટે તૈયારીરૂપે લૉન્ડ્રીમાંથી આવેલી નવી પૅર પહેરી હતી. સ્ક્રબ્સ પહેર્યાં ત્યારે જમીન પર કંઈક પડ્યું અને સાથી-કર્મચારીએ રિંગ જોઈને મારું ધ્યાન દોર્યું. શરૂઆતમાં મને લાગ્યું કે કોઈ નર્સની રિંગ પડી ગઈ હશે. આ બાબતે ઇન્ચાર્જ નર્સને જાણ કરી. ડૉક્ટરોને પણ પૂછ્યું, પરંતુ તેમણે કાંઈ ન કહેતાં આખરે ફૅસિલિટીઝ ટીમનો સંપર્ક કર્યો. આ ટીમે લૉન્ડ્રીનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે એક ડૉક્ટરે સ્ક્રબના ખિસ્સામાં મૂક્યા બાદ રિંગ ગુમ થઈ હોવાનું જણાવ્યું હતું. ઍનેસ્થેટિસ્ટ રાધિકા રામસ્વામીએ જણાવ્યું કે શાહને રિંગ મળી એના પાંચ દિવસ પૂર્વે મેં એને ખિસ્સામાં મૂકી હતી. પ્રામા​ણિકપણે કહું તો રિંગ મળવાની આશા મેં છોડી દીધી હતી, પરંતુ રિંગ પાછી મળતાં મારી ખુશીનો પાર રહ્યો નથી.

offbeat news great britain international news