૬૭ વર્ષના દાદાએ મેટલ ડિટેક્ટર વડે ૩૦ લાખની કિંમતનું સોનું શોધી કાઢ્યું

23 March, 2024 11:22 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રિચર્ડ બ્રોકે આ અભિયાનમાં ભાગ લેવા માટે સાડાત્રણ કલાકની મુસાફરી કરી હતી

સોનું

ઇંગ્લૅન્ડની શ્રોપશર હિલ્સમાં ગયા મે મહિનામાં મેટલ ડિટેક્ટરિસ્ટ્સનું અભિયાન યોજાયું હતું. એ દરમ્યાન ૬૭ વર્ષની એક વ્યક્તિએ પોતાના મેટલ ડિટેક્ટર વડે મોટી શોધ કરી હતી. રિચર્ડ બ્રોકે આ અભિયાનમાં ભાગ લેવા માટે સાડાત્રણ કલાકની મુસાફરી કરી હતી. તેઓ હિલ્સ પર કલાક મોડા પહોંચ્યા હતા અને તેમનું મેટલ ડિટેક્ટર પણ ફૉલ્ટી હતું. જોકે આ તમામ પડકાર લેખે લાગ્યા, જ્યારે તેમને ૩૧.૬૨ લાખની કિંમતનો સોનાનો ટુકડો મળી આવ્યો હતો.

રિચર્ડે કહ્યું કે ‘અન્ય લોકો પાસે અત્યાધુનિક સાધન હતાં, જ્યારે મારું મેટલ ડિટેક્ટર ખામીવાળું હતું અને શરૂઆતમાં એણે તંબુ લગાવવાના ખીલા શોધ્યા હતા. જોકે ત્યાર બાદ મારા મેટલ ડિટેક્ટરે જમીનમાંથી ૫-૬ ઇંચ નીચે ૬૪.૮ ગ્રામ ગોલ્ડન નગેટ શોધી કાઢ્યું હતું. આ ઇંગ્લૅન્ડનો સૌથી મોટો ગોલ્ડ નગેટ (ખનીજ સ્વરૂપે સોનું) માનવામાં આવે છે જેની હરાજીમાં ૩૦ લાખ રૂપિયા મળવાનો અંદાજ છે.

international news england