બાળક ક્રિમિનલ બનશે એવા ડરથી ચીનની ૬ મહિનાની પ્રેગ્નન્ટ મહિલાએ કરાવ્યું અબૉર્શન

26 July, 2024 01:07 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ મહિલાએ તેની ફૅમિલીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૮ જુલાઈએ અબૉર્શન કરાવી લીધું છે.

પ્રતીકાત્મક તસવીર

ચીનની એક મહિલાએ વિચિત્ર પ્રકારના ડરને લીધે ૬ મહિનાની પ્રેગ્નન્ટ હોવા છતાં અબૉર્શન કરાવી લીધું છે. તે મમ્મી બનવા માગતી હતી અને પ્રેગ્નન્સી રહી ગઈ હોવાથી તે બહુ ખુશ હતી. જોકે પ્રેગ્નન્સી દરમ્યાન તેણે એક ટેસ્ટ કરાવી હતી. એ ટેસ્ટમાં ખબર પડી કે તેના બાળકમાં XYY સિન્ડ્રૉમ છે. આ એક જિનેટિક કન્ડિશન છે જેમાં બાળકનાં કાઠી અને કદ નૉર્મલ વ્યક્તિ કરતાં મોટાં હોય છે તેમ જ તે ઇમ્પલ્સિવ અને ગુસ્સાવાળાં હોય છે. એને લીધે બાળક સરળતાથી હિંસક પ્રવૃત્તિ તરફ વળે છે અને પરિણામે ક્રિમિનલ ઍક્ટિવિટી કરવા માંડે છે. આ XYY સિન્ડ્રૉમ જેકબ સિન્ડ્રૉમ તરીકે પણ ઓળખાય છે. આવી જિનેટિક કન્ડિશન ખૂબ ઓછી જોવા મળે છે. આ મહિલાએ તેની ફૅમિલીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૮ જુલાઈએ અબૉર્શન કરાવી લીધું છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો તેની આ હિંમતને બિરદાવી રહ્યા છે, તો ઘણા લોકો આવનારા બાળકને એક ચાન્સ આપવો જોઈએ એવું કહી રહ્યા છે.

offbeat news china international news world news