21 August, 2024 03:10 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
દરિયાઈ તોફાનમાં ૩ સેકન્ડમાં ૩ કરોડનું ઘર તણાઈ ગયું
અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં તાજેતરમાં તોફાને તારાજી સર્જી હતી. ૧૬ ઑગસ્ટે આવેલા દરિયાઈ તોફાનમાં અનેક લોકોને ખાસ્સુંએવું નુકસાન થયું હતું. ત્યાં કૉર્બિના ડ્રાઇવ પર બનેલું ઘર ૩ સેકન્ડમાં જ તણાઈ ગયું હતું. ઉત્તર કૅરોલિનાના આઉટર બૅન્ક્સના દરિયાઈ તટ સામે ૧૯૭૩માં આ મકાન બનાવાયું હતું. ૨૦૧૮માં લગભગ ૪૦,૦૦૦ ડૉલર (અંદાજે ૩ કરોડ રૂપિયા)માં ખરીદાયું હતું. ૪ બેડરૂમ, બે બાથરૂમ અને આકર્ષક હૉલ તથા કિચનવાળું મકાન તોફાનને કારણે તણાઈને ઍટલાન્ટિક મહાસાગરમાં વહી ગયું હતું.