15 November, 2024 01:26 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent
ઇલેક્ટ્રિક સાઇકલ
પંજાબના સંગરૂર ગામમાં રહેતા નવજોત સિંહ નામના દસમી ભણતા સ્ટુડન્ટે ભંગારની ચીજોમાંથી ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી દીધી છે. ભવાનીગઢની હેરિટેજ સ્કૂલમાં ભણતા નવજોત સિંહે જસ્ટ બે જ વીકની મહેનતથી આ કારનામું કર્યું હતું. આ માટે મોટા ભાગની ચીજો તેણે નકામી અને ભંગારમાં ફેંકી દેવાઈ હોય એવી વાપરી છે. માત્ર એમાં નાખવામાં આવેલી બૅટરીનો ખર્ચ કર્યો છે. આ પ્રોજેક્ટ સફળ થયા પછી હવે નવજોતની ઇચ્છા છે સિદ્ધુ મૂસેવાલાનું ફેવરિટ ૫૯૧૧ ટ્રૅક્ટર બનાવવાની.