04 August, 2019 10:36 AM IST | સાઉથ આફ્રિકા
તરસ્યો હાથી
સાઉથ આફ્રિકાના બોટ્સવાનામાં એક હંગામી કૅમ્પના વૉશ બેઝિનમાંથી નળ ખોલીને પાણી પીતો હાથી એક કૅમેરામાં રંગેહાથે કેદ થઈ ગયો છે. કૅમ્પમાં બનેલા ખુલ્લી છતવાળા ટેમ્પરરી બાથરૂમ્સની અંદર નહાઈ રહેલ બે ટૂરિસ્ટ જ્યારે બહાર નીકળવા બારણું ખોલવાનો પ્રયત્ન કરે છે ત્યારે દરવાજે હાથી ઊભો હોવાથી બારણું બ્લૉક થઈ ગયું છે એવી ખબર પડે છે. બીજી તરફ તરસ્યા હાથીભાઈ બાથરૂમની અંદર મૂકેલા વૉશ બેસિનમાં સૂંઢ નાખે છે અને નળ ખોલીને સૂંઢમાં પાણી ભરીને તરસ છીપાવે છે.
આ પણ વાંચો : છેલ્લા એક વર્ષમાં એક હૉસ્પિટલની 36 નર્સો પ્રેગ્નન્ટ થઈ
ટૂરિસ્ટનું કહેવું છે કે ‘હાથીને નળ કેવી રીતે ખોલવો એ બહુ સારી રીતે આવડતું હતું. જંગલમાં બીજે ઘણે ઠેકાણે પાણીના ઝરણાં જેવું હતું, પરંતુ હાથીને અહીં નળમાંથી જ પાણી પીવું હોય એવું જણાતું હતું. હાથીને અહીં પાણી પીતાં બે કલાક લાગ્યા અને ત્યાં સુધી અમે બાથરૂમમાં પુરાઈ રહ્યા.’