27 April, 2019 12:23 PM IST | ઉઝબેકિસ્તાન
ઉઝબેકિસ્તાનના તાશ્કંદના તિમુર ફરિદોવિચ ગારેયેવ નામના ૩૧ વર્ષના ચેસરસિયાએ તાજેતરમાં હજારો ફુટ ઊંચે આકાશમાં ચેસ રમીને લોકોને અચંબિત કરી મૂક્યા હતા. અલબત્ત, બહુ ઓછા લોકો જાણે છે કે આવું તેણે પહેલી વાર નથી કર્યું. આ પહેલાં પણ તે એક વાર આવું કરી ચૂક્યો છે. તિમુરનું માનવું છે કે લોકોને ચેસમાં રસ લેતા કરવા માટે આ પ્રકારનું સાહસિક કામ કરવામાં મને મજા આવે છે. તે સ્કાય-ડાઇવિંગનો પણ અનુભવી છે અને અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ વાર સ્કાય-ડાઇવિંગ કરી ચૂક્યો છે. હજારો ફુટ ઊંચે તેજ હવા ફૂંકાતી હોય ત્યારે ચેસનાં પ્યાદાં કેવી રીતે ચેસબોર્ડ પર ટકી શકે? આ સમસ્યાના ઉકેલ માટે તેણે ચેસબોર્ડ અને પ્યાદાં પર લોહચુંબકનો ઉપયોગ કયોર્ હતો જેથી એ એકબીજાને ચોંટેલાં રહે.