02 May, 2019 02:07 PM IST | રોચેસ્ટર
ભાઈ હાફ ગર્લ અને હાફ બૉય બનીને પાર્ટીમાં ગયા
અમેરિકાના ન્યુ યૉર્ક રાજ્યના રોચેસ્ટરની બ્રિગટન હાઈ સ્કૂલમાં ભણતા ૧૬ વર્ષના ટીનેજર વિટ ચીટલે તેની સ્કૂલના વાર્ષિકોત્સવ સમાન પ્રોમ ડેમાં અનોખો વેશ ધારણ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાત એમ હતી કે તેને કોઈ ગર્લફ્રેન્ડ કે ઈવન કોઈ ડાન્સ-પાર્ટનર પણ નહોતી. એ દિવસે મોટા ભાગના સ્ટુડન્ટ્સ તેમના ડાન્સ-પાર્ટનર સાથે આવતા હોય છે. એવામાં ગર્લફ્રેન્ડ ન હોવાની સમસ્યાનો તોડ કાઢવા માટે વિટને તેની મમ્મી કેલીએ જબરો આઇડિયા આપ્યો. બન્ને ગુડવિલ સ્ટોરમાં ગયાં અને ત્યાંથી છોકરા અને છોકરી બન્ને માટેનો ડ્રેસ લઈ આવ્યાં. બન્નેને અડધા-અડધા કાપીને એમાંથી એક ડ્રેસ તૈયાર કર્યો.
આ પણ વાંચો : વિશ્વનું સૌથી ટૉલેસ્ટ, ફાસ્ટેસ્ટ અને લૉન્ગેસ્ટ રોલર કોસ્ટર
એક તરફ પિન્ક રંગનું બ્લાઉઝ અને બ્લૅક પલાઝો પહેર્યાં અને બીજી તરફ પર્પલ શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેર્યું. અર્ધ નારીનટેશ્વરનું સ્વરૂપ યાદ આવી જાય એવો આ કૉસ્ચ્યુમ પહેરીને તેણે મેકઅપ અને ઍક્સેસરીઝ પણ અનુરૂપ થાય એવી પહેરી. ડાબી બાજુના હાથમાં ફ્લાવરનું બ્રેસલેટ, કાનમાં ઇયર રિંગ અને વાળમાં બ્રોચ. ડાબી બાજુની આંખમાં મેકઅપ પણ ગર્લ્સ જેવો કર્યો. વિટનું કહેવું હતું કે તે પ્રોમમાં પોતાની જાતને જ પાર્ટનર બનાવીને જઈ રહ્યો છે, કેમ કે મારા કરતાં વધુ સારી રીતે મને બીજું કોણ સમજી શકવાનું?