11 October, 2019 11:01 AM IST | મધ્ય પ્રદેશ
વરરાજાનું પ્રી-વેડિંગ ફોટો-શૂટ ટૉઇલેટમાં
પ્રી-વેડિંગ ફોટો-શૂટને લઈને કોઈ પણ દુલ્હન અને વરરાજાના મનમાં ખૂબ ઉત્સાહ હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં એક એવો સેલ્ફી ખેંચાવાને લઈ મજબૂર છે જેને તેઓ કદાચ ક્યારેય યાદ રાખવા માગતા નથી. વાત એમ છે કે શૌચાલયોના નિર્માણને વધારવા માટે બનનારા વરરાજાએ પોતાના ઘરમાં બનાવેલા ટૉઇલેટમાં ઊભા રહીને ફોટો ખેંચાવવાનો છે. નહીંતર દુલ્હનને મુખ્યમંત્રી કન્યા વિવાહ/નિકાહ યોજના અંતર્ગત ૫૧,૦૦૦ રૂપિયા મળી શકશે નહીં.
જોકે વાત એમ છે કે આ યોજનાના ફૉર્મનો ત્યારે સ્વીકાર થયો જ્યારે થનાર વરરાજાના ઘરમાં ટૉઇલેટ હોય. અધિકારી દરેકના ઘરે જઈ ચેક કરવાને બદલે ટૉઇલેટમાં ઊભેલા વરરાજાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં, ભોપાલ મહાનગરપાલિકામાં પણ ચાલુ છે. ભોપાલમાં એક સામૂહિક લગ્ન સમારંમમાં લગ્ન કરવા જઈ રહેલા એક દુલ્હાએ નામ ન આપવાની શરતે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે એક એવા મૅરેજ સર્ટિફિકેટ વિશે વિચારો, જેમાં વરરાજા ટૉઇલેટમાં ઊભો છે. મને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી હું ફોટો આપીશ નહીં ત્યાં સુધી કાજી નિકાહ પઢશે નહીં.
આ પણ વાંચો : વચન ન પાળ્યો એટલે મેયરને ગાડી સાથે બાંધીને ઘસડ્યા
બીએમસીએના યોજના પ્રભારી સી. બી. મિશ્રાએ કહ્યું કે પહેલાં લગ્નના ૩૦ દિવસની અંદર ટૉઇલેટ બનાવવાની છૂટ હતી જેને હવે ખતમ કરી દીધી છે. તેમનું કહેવું છે કે ટૉઇલેટમાં ઊભેલા વરરાજાનો ફોટો લેવો કોઈ ખોટી વાત નથી. આ લગ્નના કાર્ડનો હિસ્સો નથી. જોકે બીએમસી કૉર્પોરેટ અને સ્થાનિક કૉન્ગ્રેસ નેતા રફિક કુરેશીએ કહ્યું કે એ વાત સમજમાં આવે છે કે ટૉઇલેટ સ્વચ્છ ભારત મિશનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે, પરંતુ આ પ્રક્રિયાને શ્રેષ્ઠ કરી શકાય છે.