29 December, 2019 09:44 AM IST |
ગેબ્રિયલ ટોસલૅન્ડ
ચાર વર્ષની વયનો ગેબ્રિયલ ટોસલૅન્ડ તેના બહેરા માતા-પિતા માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને ફિલ્મ સમજાવી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. ગેબ્રિયલ માત્ર ચાર મહિનાનો હતો જ્યારે તેણે સાંકેતિક ભાષા શીખવાની શરૂઆત કરી હતી. વાઇરલ થયેલા વિડિયોમાં પરિવારના ક્રિસમસ-ટ્રી પાસે બેસીને ગેબ્રિયલ ફિલ્મને સાંકેતિક ભાષામાં સમજાવી રહ્યો છે. ગેબ્રિયલનાં માતા-પિતા એબીગિલ બ્રિટ્ટન અને કોનોર સંપૂર્ણપણે બહેરાં છે. ગેબ્રિયલે ચાર મહિનાની વયે દૂધ, સ્નાન, ડાઇપર જેવા નાના નાના શબ્દોથી સાંકેતિક ભાષા શીખવાની શરૂઆત કરી હતી. ગેબ્રિયલનાં માતા-પિતા બન્ને બ્રિટિશ સાઇન લૅન્ગ્વેજ શીખ્યાં હતાં અને તેઓ ઇચ્છતાં હતાં કે તેમનો પુત્ર પણ આ ભાષા શીખે. હાલમાં ગેબ્રિયલ તેની ૧૯ મહિનાની બહેનને સાંકેતિક ભાષા શીખવી રહ્યો છે.