25 September, 2019 10:53 AM IST |
100 ફુટ ઊંચે મૉપેડ સાથે કાઇટ-સર્ફિંગનો વિક્રમ
હવામાં પૅરૅશૂટની મદદથી લહેરાવામાં કેટલાક જાંબાઝોને જબરી થ્રિલ અનુભવાતી હોય છે. જોકે ગુએન્ટર શેનેર્મર નામના કાઇટ-સર્ફરે એક પૅરૅશૂટની મદદથી પોતાના મૉપેડની સાથે હવાઈસફર કરીને રેકૉર્ડ બનાવ્યો હતો. પહેલા પ્રયત્નમાં તે નિષ્ફળ ગયો હતો અને વેસ્પા મૉપેડની સાથે તે જમ્પ લઈ જ શક્યો નહોતો. જોકે હિંમત હાર્યા વિના તેણે ફરીથી બીજી ટ્રાય કરી જેમાં તે ૧૦૦ ફુટથી વધુ ઊંચાઈએ મૉપેડની સાથે ઊંચે ઊડ્યો હતો. તેની પૅરૅશૂટ એક સ્પીડ બોટ સાથે બાંધેલી હતી અને મૉપેડ એ પૅરૅશૂટ સાથે બાંધવામાં આવી હતી.
આ પણ વાંચો : આ બહેન પોતાનાં સ્તનયુગ્મથી ચિત્રો દોરે છે
ઑસ્ટ્રિયાના લેક વુલ્ફગૅન્ગમાં આ પ્રયોગ થયો હતો. મૉપેડની સાતે ૧૦૦ ફુટથી વધુ ઊંચાઈએ પહોંચનારો ગુએન્ટર પહેલો જાંબાઝ છે. આ સ્ટન્ટ માટે તેણે બે વર્ષ સુધી ટ્રેઇનિંગ લીધી હતી.