ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ બિઅર જેવો સ્વાદ આપતી ચા બનાવી

05 August, 2019 10:08 AM IST  |  ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ બિઅર જેવો સ્વાદ આપતી ચા બનાવી

બિઅર

ધારો કે તમે બિઅર કે અન્ય કોઈ પણ આલ્કોહૉલિક પીણું નથી પીતા, એમ છતાં બિઅરનો સ્વાદ ચાખવાનું મન થયું છે તો ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ ખાસ ચા બનાવી છે જે બિઅર જેવો ટેસ્ટ આપે છે. ઑસ્ટ્રેલિયન વિક્ટોરિયા ‌બિટર ટી દ્વારા લિમિટેડ એડિશન ખાસ ચા બનાવવામાં આવી છે જે સેલિઓન બ્લૅક ટી અને સુપર પ્રાઇડ હોપ્સ નામની વરાયટીનું કૉમ્બિનેશન કરીને બિઅર જેવી કડવાશ ધરાવે છે.

આ પણ વાંચો : 9 વર્ષનો છોકરો ફૅશન-ક્વીન બનીને ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવે છે

આ કંપનીનો દાવો છે કે આ ચા તમે દિવસના કોઈ પણ સમયે પી શકો છો. ઑફિસમાં કામ કરતી વખતે કે ઇવન કોઈ જાહેર પ્રસંગમાં જ્યાં આલ્કોહોલ પીવાનો પ્રતિબંધ હોય ત્યાં પણ એ પી શકાય છે. કોઈને સવારે ઊઠીને તરત બિઅર પીવો હોય તો પણ આ ચા વધુ સારો વિકલ્પ છે.

australia offbeat news hatke news