30 December, 2019 10:31 AM IST | America
ટેસ્લા કારની ચાવી હાથમાં જ ઇમ્પ્લાન્ટ કરાવી
અમેરિકાના યુટાહમાં રહેતા ટેક્નૉલૉજીપ્રેમી ભાઈ પોતાની કારની ત્રણ ચાવીઓને હાથમાં ઇમ્પ્લાન્ટ કરાવીને સમાચારમાં ચમકી ગયા છે. બેન વર્કમૅન નામના આ ભાઈએ પોતાના હાથમાં ચાર કમ્પ્યુટર ચિપ લગાવેલી છે જેની મદદથી તેઓ ટેસ્લા કારને લૉક કરવાની, અનલૉક કરવાની, દરવાજો ખોલવાની, પોતાના કમ્પ્યુટરનું લૉગઇન કરવાનું જેવા કામો માત્ર હાથ હલાવીને કરી લે છે. તેમના હાથમાં આવી ચિપ ઇમ્પ્લાન્ટ કરી આપી શકે એવા નિષ્ણાતની ખોજ કરવામાં તેમને પહેલાં બહુ તકલીફ પડેલી.
પિઅર્સિંગ સ્ટુડિયો આર્ટિસ્ટ, પ્રાણીઓના ડૉક્ટરો અને માણસોના ડૉક્ટરોને તેઓ પૂછી ચૂક્યા હતા પણ કોઈ તૈયાર ન થયું. આખરે તેમણે પોતાના જ પરિવારના નિષ્ણાતની મદદ લઈને ત્રણ ચિપ લગાવી હતી. જોકે ટેસ્લા કારને કન્ટ્રોલ કરતી ચિપ ઇમ્પ્લાન્ટ કરવાનું સરળ ન હોવાથી એક ડૉક્ટરની મદદ લીધી હતી.
આ પણ વાંચો : કવિતા સાંભળો, સાજા થાઓ : વિશ્વની પહેલી પોએટ્રી ફાર્મસી શરૂ થઈ છે ઇંગ્લૅન્ડમાં
ચાર ચિપ લગાવીને હવે બેન વર્કમૅન ઘણુંબધું કામ હાથ હલાવતાં જ કરી નાખી શકે છે. એમ છતાં હજી તેને સંતોષ નથી. હજી તેની ઇચ્છા બીજી ચિપ્સ લગાવીને ઘણુંબધું માત્ર ચપટી વગાડતાંમાં કન્ટ્રોલ થાય એવું કરવું છે.