અવેન્જર્સ : એન્ડગેમ જોતાં-જોતાં યુવતી એટલું રડી કે દાખલ કરવી પડી

30 April, 2019 09:20 AM IST  |  નિન્ગબો

અવેન્જર્સ : એન્ડગેમ જોતાં-જોતાં યુવતી એટલું રડી કે દાખલ કરવી પડી

હજી ગયા અઠવાડિયે જ રિલીઝ થયેલી હૉલીવુડ ફિલ્મ ‘અવેન્જર્સ : એન્ડગેમ’માં પોતાના સુપરહીરોને મરતો જોઈને ભલભલા લોકો રડી પડ્યા છે. જોકે ચીનના નિન્ગબો શહેરમાં તો ૨૧ વર્ષની શિઓ લી નામની યુવતી તો એટલી ઇમોશનલ બની ગઈ કે તેનું રડવાનું બંધ થતું જ નહોતું. ફિલ્મ જોવા માટે શિઓ તેના ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી અને એ પછી તેના ગ્રુપના ઘણા લોકો ઇમોશનલ બની ગયેલા. જોકે શિઓ એટલી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી કે તેની હાલત ખરાબ થઈ ગઈ. તે શ્વાસ લઈ શકતી નહોતી અને તેના હાથ ખેંચાઈ રહ્યા હતા. એ જોઈને ફ્રેન્ડ્સ તરત જ તેને થિયેટરથી નજીક આવેલી મિન્ગઝોઉ હૉસ્પિટલ લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ આકાશમાંથી કૂદકો મારીને હવામાં ચેસ રમ્યા આ ભાઈ

ડૉક્ટરનું કહેવું હતું કે જ્યારે શિઓ અમારી પાસે આવી ત્યારે અનરાધાર રડવાને કારણે તેને ડૂમો ભરાઈ આવ્યો હતો અને તે શ્વાસ નહોતી લઈ શકતી. ઑક્સિજનના અભાવે તેના હાથ-પગમાં ફરકાટ મહેસૂસ થતો હતો. તરત જ તેને ઑક્સિજન આપવામાં આવતાં તેની સ્થિતિ સુધરી હતી.

offbeat news hatke news