12 October, 2019 09:09 AM IST | અમેરિકા
માણસ જેવી આંખ અને સ્માઈલ ધરાવતો ડૉગી
અમેરિકાના સીએટલ શહેરમાં નોરી નામનો ઑસીપો મિક્સ પ્રજાતિનો ડૉગી આજકાલ તેના લુકને કારણે ઇન્ટરનેટ પર છવાયલો છે. એની આંખો માણસો જેવી એક્સ્પ્રેસિવ છે અને સ્માઇલ એકમદ ક્યુટ. આ બે ફીચર્સને કારણે તેનો ચહેરો વાળવાળા માણસ જેવો લાગે છે. કેવિન હર્લેસ અને ટિફની ન્ગોએ પાળેલો આ ડૉગી આડોશપાડોશ ઉપરાંત આખા વિસ્તારમાં જબરો ફેમસ થઈ ગયો છે. કેવિન તેને લઈને ચાલવા નીકળે ત્યારે દર બે બ્લૉક પર લોકો તેમને રોકીને નોરી વિશે પૂછે છે. નોરીનું પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એની પર દર અઠવાડિયે તસવીરો મૂકવામાં આવતી હતી. જોકે જેમ-જેમ તે ઘરડો થયો એમ કેવિન અને ટિફનીએ ઇન્સ્ટાગ્રામ શૅરિંગ ઘટાડી દીધું હતું.
આ પણ વાંચો : ના હોય... વરરાજાનું પ્રી-વેડિંગ ફોટો-શૂટ ટૉઇલેટમાં!
જોકે એક વીક પહેલાં શાંતિથી બેસીને સ્માઇલ કરી રહેલા નોરીની તસવીરો પોસ્ટ કરતાં એ જબરજસ્ત વાઇરલ થઈ હતી અને જસ્ટ સાત-આઠ દિવસમાં તો લાખો લાઇક્સ મળી હતી.