12 June, 2019 09:06 AM IST |
વર્લ્ડ વૉર દરમિયાન વપરાયેસા બોમ્બના શૅલ
વિશ્વયુદ્ધ દરમ્યાન જે બૉમ્બ શેલ્સ અને ફીલ્ડ ગન વપરાતી હતી એનું કલેક્શન એક ઇંગ્લૅન્ડવાસીએ કર્યું છે. શૉન રૉક નામના ઑક્શનરે આ ભાઈએ કરેલા હથિયારોના કલેક્શનની કિંમત આંકીને એનું ઑક્શન યોજ્યું છે.૧૦૦ ઇનઍક્ટિવ ફીલ્ડ ગન, ઍરોપ્લેન શેલ્સ એમાં છે.
આ કલેક્શન કરનાર વ્યક્તિ ૬૦ વર્ષની છે અને તેણે પોતાનું નામ ગુપ્ત રાખવાનું પસંદ કર્યું છે, કેમ કે આ તેનું પોતાનું કલેક્શન નથી, બલકે તેના દાદાનું છે. તેના દાદાએ રૉયલ આર્ટિલરી સાથે લડત કરીને આ ચીજો એકત્ર કરવાનું લાઇસન્સ મેળવ્યું હતું.
આ પણ વાંચો: કુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંક્યુ તેમ છતા બચી ગયુ બાળક
તેમના ઘરમાં એક આખો રૂમ પહેલા વિશ્વયુદ્ધમાં જ્યાં-ત્યાં વપરાયેલાં અને ન વપરાયેલાં ઇનઍક્ટિવ હથિયારોથી ભરેલો પડ્યો હતો. ઑક્શનર શૉન રૉકના અંદાજ મુજબ આ ચીજોના લગભગ પાંચેક લાખ રૂપિયા ઊપજશે.