03 October, 2024 04:15 PM IST | Europe | Gujarati Mid-day Correspondent
વૃદ્ધા જૂન મિલ્સ
બ્રિટનમાં ૯૬ વર્ષનાં સૌથી વૃદ્ધ મહિલાનું ડ્રાઇવિંગ લાઇસન્સ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયું છે. વૃદ્ધા જૂન મિલ્સ કાર ચલાવી રહ્યાં હતાં. એકાએક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર ફુટપાથ પર ચડી ગઈ. આ અકસ્માતમાં ૭૬ વર્ષના બ્રેન્ડા જોયસને ટક્કર વાગી અને તેમનું મૃત્યુ થયું હતું. જૂન સામે કેસ ચાલ્યો હતો. તેમના વકીલે કોર્ટને કહ્યું કે ‘કારની સ્પીડ વધારે હતી પરંતુ ઍક્સેલરેટર પૅડલ પગની નીચે પડી ગયું હતું એટલે તેઓ ગભરાઈ ગયાં હતાં.’ કોર્ટે તેમની ઉંમર અને કથળેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને ૨.૨૩ લાખનો દંડ કર્યો છે અને પાંચ વર્ષ માટે તેમનું ડ્રાઇવિંગ-લાઇસન્સ સસ્પેન્ડ કરવા કહ્યું છે. જૂન મિલ્સે ગયા વર્ષે બીજી ઑગસ્ટે પણ ૮૦ વર્ષના વૃદ્ધને ઘાયલ કર્યા હતા.