10 October, 2024 05:31 PM IST | United States | Gujarati Mid-day Correspondent
૯૫ વર્ષનાં દાદી લૉઇસ વાઇટ
લૉન ટેનિસ, ટેબલ ટેનિસની જેમ પિકલબૉલ રમવાનું ચલણ વધી રહ્યું છે. શારીરિક અને માનસિક રીતે પૂરેપૂરા થકવી નાખે એવી આ ગેમ રમવા માટે શરીર જેટલું સ્ફૂર્તિવાળું હોય એટલું વધુ સારું હોય છે. અમુક ઉંમર પછી આવી રમત રમવાનું અશક્ય થઈ જાય છે, પણ યુએસના કેન્સસનાં ૯૫ વર્ષનાં દાદી લૉઇસ વાઇટને આ નિયમ લાગુ નથી પડતો. વાઇટ આ ઉંમરે પણ કોર્ટમાં ભલભલાને હંફાવી દે છે. ૯૫ વર્ષે પણ લૉઇસ વાઇટ નિયમિત રીતે નાની વયના સ્પર્ધકો સાથે પિકલબૉલ રમે છે અને અઠવાડિયામાં બે વાર તો કોર્ટમાં ઊતરે છે. લોકો તેમને ચપળતાથી રમતાં જોઈને ચકિત થઈ જાય છે.