૯ વર્ષની બાળકી પોતાને જાનવર માનવા માંડી, મમ્મીને કહ્યું. : મને ઍનિમલની જેમ જ ટ્રીટ કર

16 May, 2024 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થેરિયન શબ્દ એવા લોકો માટે વપરાય છે જેઓ પોતાને મનુષ્ય નથી માનતા અને કોઈ પ્રાણી તરીકે ઓળખાવે છે.

પ્રતીકાત્મક તસવીર

બાળકો રમતમાં પ્રાણીઓ જેવા પોશાક પહેરે કે એના જેવું વર્તન કરે તો પેરન્ટ્સ એનો આનંદ લે છે. જોકે એક મહિલા તેની ૯ વર્ષની દીકરીના આવા વર્તનથી પરેશાન છે, કેમ કે તે પોતાને થેરિયન માનવા માંડી છે. થેરિયન શબ્દ એવા લોકો માટે વપરાય છે જેઓ પોતાને મનુષ્ય નથી માનતા અને કોઈ પ્રાણી તરીકે ઓળખાવે છે. સોશ્યલ મીડિયાના રેડિટ નામના પ્લૅટફૉર્મ પર આ મહિલાએ જણાવ્યું હતું કે ‘મારી દીકરી ઇચ્છે છે કે હું તેની સાથે પ્રાણી જેવું વર્તન કરું. સ્કૂલમાં પણ કેટલાંક બાળકો તેને માટે વિચિત્ર અને ફરી (રુવાંટીદાર) જેવા શબ્દનો ઉપયોગ કરે છે. હું ઇચ્છીશ કે તેની સાથે કંઈક અયોગ્ય ઘટના ન બને.’

offbeat videos offbeat news social media