પગ વિનાના આઠમા ધોરણના વિદ્યાર્થીએ બનાવી બાસ્કેટબૉલ ટીમ

21 November, 2022 10:42 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટીમના કોચ ડાકવાન બોયડે જણાવ્યું કે ‘બાસ્કેટબૉલની ટીમ સાથે જોઝીય જૉનસન પણ મેદાનમાં રમવા ઊતર્યો હતો

જોઝીય જૉનસન

પગ વિના જન્મેલા જોઝીય જૉનસને અમેરિકન શહેર કૅન્ટુકીના લુઇવિલેમાં મૂર મિડલ સ્કૂલમાં આઠમા ધોરણની બાસ્કેટબૉલની ટીમ તૈયાર કરવામાં મદદ કરી હતી, જેની પાછળનું સૌથી મહત્ત્વનું પરિબળ હતું તેની ધીરજ, તેનો નિશ્ચય તથા તેની નિષ્ઠા. ટીમના કોચ ડાકવાન બોયડે જણાવ્યું કે ‘બાસ્કેટબૉલની ટીમ સાથે જોઝીય જૉનસન પણ મેદાનમાં રમવા ઊતર્યો હતો. જોકે હજી સુધી તેણે સ્કોરિંગ કૉલમમાં પ્રવેશ નથી કર્યો, પરંતુ તેણે પોતે અન્ય માનવીઓ જેવો જ છે એ પુરવાર કરી બતાવ્યું છે. જોઝીય જૉનસન તેના હાથનો ઉપયોગ કરીને તથા ધડને સ્વિંગ કરીને બૉલ ડ્રિબલ કરીને સાથી-ખેલાડીઓ સુધી પહોંચાડી ટીમનો ગોલ કરવામાં મદદ કરે છે. તેની બાસ્કેટબૉલ રમવાની કુશળતાએ તેના મિત્રોમાં પણ આશ્ચર્ય જન્માવ્યું છે. 

offbeat news international news united states of america basketball