૭ વર્ષના બાળકને સાઇકલ ચલાવતાં હાર્ટ-અટૅક આવ્યો, મૃત્યુ થયું

09 September, 2024 01:20 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

રાઘવનાં મમ્મી BJPના મહિલા મોરચાના ઓરછા મંડળનાં મહામંત્રી છે.

૭ વર્ષના રાઘવ ઉર્ફે હની દુબેને હાર્ટ-અટૅક આવતાં તે મૃત્યુ પામ્યો

કુમળી વયનાં બાળકોનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાની ઘટનાઓએ ચિંતા વધારી છે, એમાં મધ્ય પ્રદેશની એક ઘટના ઉમેરાઈ છે. નિવાડી જિલ્લાના ઓરછામાં માત્ર ૭ વર્ષના રાઘવ ઉર્ફે હની દુબેને હાર્ટ-અટૅક આવતાં તે મૃત્યુ પામ્યો છે. રાઘવ ઘર પાસે સાઇકલ ચલાવતો હતો. એ જ સમયે તેને એકાએક છાતીમાં દુખાવો થયો. તેણે મમ્મીને કહ્યું એટલે તેઓ પડોશીઓની મદદ લઈને રાઘવને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયાં. ઓરછાની સરકારી હૉસ્પિટલે તેને ઝાંસી મેડિકલ કૉલેજ લઈ જવા કહ્યું. દરમિયાન રસ્તામાં જ રાઘવની સ્થિતિ વધુ કથળવા લાગી. તેને ઊલટી થઈ અને પછી શ્વાસ અટકી ગયો. રાઘવનાં મમ્મી BJPના મહિલા મોરચાના ઓરછા મંડળનાં મહામંત્રી છે.

heart attack offbeat news national news bhopal madhya pradesh