સાત વર્ષ સુધી પ્રેમી મળ્યો જ નહીં, પણ ૪ કરોડ રૂપિયા લૂંટી ગયો

21 December, 2024 04:12 PM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

મલેશિયાના ક્વાલા લમ્પુરમાં રહેતી ૬૭ વર્ષની મહિલા પ્રેમના નામે સાત વર્ષ સુધી મૂરખ બનતી રહી, પણ ખબર જ ન પડી. ૨૦૧૭ના ઑક્ટોબર મહિનામાં એક પુરુષે પોતાને અમેરિકાના બિઝનેસમૅન તરીકે ઓળખાવીને આ મહિલાને બાટલીમાં ઉતારી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મલેશિયાના ક્વાલા લમ્પુરમાં રહેતી ૬૭ વર્ષની મહિલા પ્રેમના નામે સાત વર્ષ સુધી મૂરખ બનતી રહી, પણ ખબર જ ન પડી. ૨૦૧૭ના ઑક્ટોબર મહિનામાં એક પુરુષે પોતાને અમેરિકાના બિઝનેસમૅન તરીકે ઓળખાવીને આ મહિલાને બાટલીમાં ઉતારી. સ્કૅમરે પોતે અમેરિકન છે અને સિંગાપોરમાં મેડિકલ ​ઇક્વિપમેન્ટનો બિઝનેસ કરે છે એવું કહ્યું હતું. એક મહિના સુધી તેની સાથે ચૅટ કરીને તેણે મહિલાનો વિશ્વાસ જીતી લીધો અને આર્થિક તંગીને કારણે તે મલેશિયા રિલોકેટ થઈ શકે એમ નથી. એટલે પહેલાં તેણે ટ્રાન્સપોર્ટેશન ફીઝ તરીકે પાંચ હજાર મલેશિયન રિન્ગિટ મગાવ્યા. એ પછી તેણે પોતાની પર્સનલ અને બિઝનેસ રિલેટેડ ઘણી સમસ્યાઓની વાત કરીને મહિલાને પીગળાવી દીધી. તેણે પૈસાની તંગીની એવી-એવી વાતો ઊપજાવીને મહિલાને ઇમોશનલ બ્લૅકમેઇલ કરી કે છેલ્લાં ચાર વર્ષમાં તેણે પચાસ જુદાં-જુદાં બૅન્ક-અકાઉન્ટ્સમાં ૩૦૬ વાર નાની-મોટી રકમો ટ્રાન્સફર કરાવી. નવાઈની વાત એ છે કે આ સાત વર્ષ દરમ્યાન પેલો સ્કૅમર કદી આ મહિલાને મળ્યો જ નહોતો અને કુલ ૪ કરોડ રૂપિયા પડાવી ચૂક્યો હતો. 

malaysia international news news world news offbeat news