midday

૬૩ વર્ષની મહિલાને ૩૭ વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો, હવે માતા-પિતા બનશે

14 May, 2024 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેરિલને પ્રથમ લગ્નથી ૭ બાળકો છે અને ૧૭ ગ્રૅન્ડ ચિલ્ડ્રન છે.
વાઇરલ વિડિયોની તસવીર

વાઇરલ વિડિયોની તસવીર

અમેરિકાના જ્યૉર્જિયાનું એક કપલ પ્રેગ્નન્સીની જાહેરાત કરીને સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ચર્ચાનું કારણ પુરુષ અને મહિલા વચ્ચે ૩૭ વર્ષનો એજ-ગૅપ છે. ૬૩ વર્ષની ચેરિલ મૅકગ્રેગરે ૨૬ વર્ષના કરન મૅકકેઇન સાથે લગ્ન કર્યાં હતાં અને હવે તે સરોગસીથી બાળકને જન્મ આપવાની છે. આ કપલે ઑનલાઇન ફૉલોઅર્સ સાથે તેમની ખુશી વહેંચી હતી. કરન જ્યારે ૧૫ વર્ષનો હતો ત્યારે પહેલી વાર ચેરિલને મળ્યો હતો. તે ચેરિલના દીકરાની રેસ્ટોરાંમાં કામ કરતો હતો. એ પછી ૨૦૨૦માં તેઓ ફરી મળ્યાં અને બન્નેને પ્રેમ થઈ જતાં એક જ વર્ષમાં તેમણે લગ્ન કરી લીધાં હતાં. ચેરિલને પ્રથમ લગ્નથી ૭ બાળકો છે અને ૧૭ ગ્રૅન્ડ ચિલ્ડ્રન છે.

Whatsapp-channel
offbeat videos offbeat news social media