MBBSમાં ઍડ્‍મિશન લીધું, પણ પરીક્ષા આપ્યા વિના જ પ્રૅક્ટિસ કરવા માંડેલા ડૉક્ટરની સારવારથી દરદી મૃત્યુ પામ્યો

03 October, 2024 03:28 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

અબુએ ૨૦૧૧માં ઍડ્મિશન લીધા પછી પણ MBBSની બીજા વર્ષની પરીક્ષા પાસ નહોતી કરી. ડૉ. અશ્વિનની ફરિયાદ પછી ફેરોક પોલીસે અબુ અબ્રાહમ લ્યુકની અટકાયત કરી છે.

વિનોદ કુમાર અને તેમનો દીકરો

કેરલામાં હૉસ્પિટલમાં ચાલતી જીવલેણ બેદરકારીની ઘટના સામે આવી છે. ૬૦ વર્ષના વિનોદ કુમારને ૨૩ સપ્ટેમ્બરે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને શ્વાસ ફૂલવા માંડ્યો હતો એટલે કોઝીકોડ જિલ્લાના કોટ્ટાકાદાવુની ટીએમએચ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વિનોદ કુમારનું મૃત્યુ થયું હતું. તેમના ડૉક્ટરપુત્ર અશ્વિન પચ્ચાટ વિનોદે આક્ષેપ કર્યો હતો કે હૉસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઑફિસર અબુ અબ્રાહમ લ્યુક પાસે MBBSની ડિગ્રી જ નહોતી. અબુએ ૨૦૧૧માં ઍડ્મિશન લીધા પછી પણ MBBSની બીજા વર્ષની પરીક્ષા પાસ નહોતી કરી. ડૉ. અશ્વિનની ફરિયાદ પછી ફેરોક પોલીસે અબુ અબ્રાહમ લ્યુકની અટકાયત કરી છે.

kerala national news offbeat news social media indian government Crime News