છ વર્ષના બાળકે પિતાના ફોનથી ૮૨,૨૩૩ રૂપિયાનું ફૂડ ઑર્ડર કર્યું

06 February, 2023 12:26 PM IST  |  Lansing | Gaurav Sarkar

જેમાં ૨૦ પીસ જમ્બો ઝિંગા, ડઝનેક ચિકન સૅન્ડવિચ, ચિલી ચીઝ ફ્રાઇસ અને આઇસક્રીમ અને દ્રાક્ષનાં પાન અને ચોખા અને વધુ સૅન્ડવિચના પાંચ ઑર્ડર હતા

છ વર્ષના બાળકે પિતાના ફોનથી ૮૨,૨૩૩ રૂપિયાનું ફૂડ ઑર્ડર કર્યું

મિશિગનનો ૬ વર્ષનો મેસન તેના પપ્પા કીથ સ્ટોનહાઉસ સાથે જાન્યુઆરીની ૨૬મીએ ક્વૉલિટી ટાઇમ વિતાવી રહ્યો હતો એટલામાં પિતાની મંજૂરી લઈને દીકરો અડધા કલાક માટે ફોન રમવા બેઠો. જોકે આ અડધા કલાકમાં તેણે ફૂડ ડિલિવરી ઍપ ગ્રુબહબમાંથી ૧૦૦૦ ડૉલર (લગભગ ૮૨,૨૩૩ રૂપિયાના)ની ફૂડ આઇટમ્સ ઑર્ડર કરીને તેના પેરન્ટ્સને દિવસે તારા દેખાડ્યા હતા.

અડધા કલાક પછી જ્યારે પિતા કીથ સ્ટોનહાઉસના કહેવા પર દીકરો આનાકાની કર્યા વિના તરત જ સૂવા જતો રહ્યો ત્યારે જ પિતાને કંઈક નવીન લાગ્યું હતું. જોકે માત્ર થોડી જ ક્ષણોમાં તેને પુત્રના વર્તન પાછળનું કારણ સમજાઈ ગયું હતું. પિતાના ફોનથી રમીને સૂવા ગયેલા પુત્રની કારસ્તાનીને કારણે ફૂડ ડિલિવરી ઍપ ગ્રુબહબમાંથી એક પછી એમ અનેક ફૂડ ઑર્ડરની ડિલિવરીની શરૂઆત થઈ ગઈ. પિતાએ ફોન તપાસતાં એમાં ગ્રુબહબના સંદેશની ભરમાર જોવા મળી, જેમાં ઑર્ડર સાથે સંબંધિત સંદેશાઓ તેમ બૅન્કમાંથી કપાયેલી રકમના સંદેશાઓની ભરમાર હતી;

જેમાં ૨૦ પીસ જમ્બો ઝિંગા, ડઝનેક ચિકન સૅન્ડવિચ, ચિલી ચીઝ ફ્રાઇસ અને આઇસક્રીમ અને દ્રાક્ષનાં પાન અને ચોખા અને વધુ સૅન્ડવિચના પાંચ ઑર્ડર હતા. કીથ સ્ટોનહાઉસ એક તરફ પુત્ર પર ગુસ્સે ભરાયા છે તો બીજી તરફ તેમને પુત્રની હરકત પર હસવું પણ આવી રહ્યું હતું. ગ્રુબહબના પ્રવક્તાએ આ ઘટના વિશે જાણ્યા બાદ કીથ સ્ટોનહાઉસનો સંપર્ક કર્યો અને તેમના પરિવાર માટે ૧૦૦૦ ડૉલર (લગભગ ૮૨,૨૩૩ રૂપિયાના) મૂલ્યનાં ગ્રુબહબનાં ભેટ કાર્ડ્‍સ મોકલવાની ઑફર કરી છે.

offbeat news international news united states of america michigan