ઍટલાન્ટિક મહાસાગરમાં ૧૦૦ દિવસ અન્ડરવૉટર રહીને ૫૬ વર્ષનો માણસ ૧૦ વર્ષ નાનો થઈ ગયો

22 May, 2024 09:55 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જોસેફ દિતુરી નામનો ૫૬ વર્ષનો માણસ ૧૦૦ દિવસ દરિયાની અંદર રહીને ૧૦ વર્ષ યુવાન બન્યો હતો

દરિયાની અંદર માણસ

વધતી ઉંમર સાથે યુવાની ટકાવી રાખવા માટે લોકો વર્કઆઉટથી લઈને હેલ્ધી ડાયટ પર ફોકસ કરતા હોય છે. જોકે જોસેફ દિતુરી નામનો ૫૬ વર્ષનો માણસ ૧૦૦ દિવસ દરિયાની અંદર રહીને ૧૦ વર્ષ યુવાન બન્યો હતો. જોસેફ દિતુરીએ કુલ બે વખત ૯૦થી વધુ દિવસ અન્ડરવૉટર રહેવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ડૉ. ડીપ સી તરીકે ઓળખાતા જોસેફે ૨૦૨૩માં ઍટલાન્ટિક મહાસાગરની સપાટીથી ૬.૭ મીટર નીચે એક પૉડમાં ૯૩ દિવસ પસાર કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. બીજી વખત તેણે ૧૦૦ દિવસ રહીને પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. એ દરમ્યાન જોસેફને તેના નેવીના અનુભવ કામ લાગ્યા હતા.

પૉડમાંથી બહાર આવ્યા બાદ જોસેફ યુવાન તો થઈ ગયો હતો, પણ પાણીના દબાણના કારણે તેની હાઇટ અડધો ઇંચ ઘટી ગઈ હતી. મેડિકલ તપાસ બાદ આ માણસના શરીરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા હતા. તેના સ્ટેમ સેલની સંખ્યામાં વધારો અને કૉલેસ્ટરોલ-લેવલમાં ૭૨ પૉઇન્ટનો ઘટાડો થયો હતો, તો
સ્લીપ-સાઇકલ વધુ સારી થવાને કારણે તે ફિઝિકલી અને મેન્ટલી વધુ હેલ્ધી બન્યો હતો.

offbeat news international news