16 May, 2024 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ લોકલ સર્કલ્સના એક સર્વે અનુસાર ૫૬ ટકા ઑનલાઇન ખરીદદારોને છેલ્લા ૧૨ મહિનામાં ઈ-કૉમર્સ સાઇટ્સ અને ઍપ્સ પરના રેટિંગ પક્ષપાતી હોવાનું જાણવા મળ્યું છે. માત્ર ૯ ટકા ઑનલાઇન યુઝર્સે એવું કહ્યું કે ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર સ્પોન્સર્ડ રિવ્યુ કે રેટિંગને અલગ પાડવા માટે એક ઇન્ટરફેસ છે, જ્યારે માત્ર ૧૬ ટકા કન્ઝ્યુમર્સે કબૂલ્યું હતું કે તેમણે આપેલા નેગેટિવ રિવ્યુ હંમેશાં પબ્લિશ થયા હતા. આ સર્વે ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પરના રિવ્યુમાં પારદર્શિતા લાવવાની જરૂરિયાત દર્શાવે છે. નોંધનીય છે કે સરકાર ઈ-કૉમર્સ કંપનીઓ કન્ઝ્યુમર રિવ્યુ બાબતે ગુણવત્તાના માપદંડનું ફરજિયાત પાલન કરે એ માટેનાં પગલાં લેવાનું વિચારી રહી છે.