19 September, 2024 05:19 PM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પૂર્વ ચીનના ઝેજિયાંગ રાજ્યના હાંગઝૂમાં એક ડિલિવરી બૉય બાઇક પર ઝોકું ખાતાં-ખાતાં જ મૃત્યુ પામ્યો હતો. પંચાવન વર્ષનો યુઆન પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. ગુજરાન ચલાવવા માટે તે રોજ ૧૮ કલાક કામ કરતો હતો. તેના સાથી કર્મચારીઓ કહેતા કે ૧૬ વર્ષના દીકરાને ભણાવવાના ખર્ચને પહોંચી વળવા માટે તે ઘણી વાર મળસકે ૩ વાગ્યા સુધી કામ કરતો અને પછી સવારે ૬ વાગ્યે ઊઠીને ફરી કામે લાગી જતો. થાક લાગતો ત્યારે તે બાઇક પર જ થોડી વાર ઝોકું ખાઈ લેતો હતો.