midday

પાંચ વર્ષનું બાળક પાંચ સેન્ટિમીટરનો LED બલ્બ ગળી ગયું, ડૉક્ટરોએ સર્જરી કરીને ઉગારી લીધો

08 May, 2024 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍનેસ્થેસિયા પેડિયાટ્રિક સર્જ્યનની મદદથી બ્રૉન્કોસ્કોપી કરીને બલ્બ બહાર કાઢવામાં આવ્યો હતો.
વાઇરલ વિડિયોની તસવીર

વાઇરલ વિડિયોની તસવીર

ચેન્નઈમાં પાંચ વર્ષનું એક બાળક ભૂલથી LED બલ્બ ગળી ગયું હતું અને એ બલ્બ તેનાં ફેફસાંમાં પહોંચી ગયો હતો. CT સ્કૅનમાં પાંચ સેન્ટિમીટર લાંબો બલ્બ તેની શ્વાસનળીમાં ફસાયેલો જોવા મળ્યો હતો. બાળકને પહેલાં એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બ્રૉન્કોસ્કોપીથી બલ્બ દૂર ન થતાં ડૉક્ટરોએ ઓપન ચેસ્ટ સર્જરીની સલાહ આપી હતી. ત્યાર બાદ બાળકને શ્રી રામચંદ્ર હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ઍનેસ્થેસિયા પેડિયાટ્રિક સર્જ્યનની મદદથી બ્રૉન્કોસ્કોપી કરીને બલ્બ બહાર કાઢવામાં આવ્યો હતો.

Whatsapp-channel
offbeat videos offbeat news social media chennai