25 September, 2024 02:17 PM IST | delhi | Gujarati Mid-day Correspondent
સોશિયલ મીડિયા ફોટો
સૌકોઈને ફેમસ થવાની ઇચ્છા હોય પણ લોકો તમને કઈ રીતે યાદ રાખે એ નક્કી કરવું પડતું હોય છે. આજકાલ પ્રખ્યાત થવા માટે કેટલાય લોકો સોશ્યલ મીડિયામાં જાતજાતની રીલ અપલોડ કરતા હોય છે. દિલ્હીના અશોકનગરની બી-બ્લૉક સરકારી સ્કૂલના દસમા ધોરણમાં ભણતા ૩ વિદ્યાર્થીઓ ફેમસ થવા માટે સ્કૂલમાં ચપ્પુ અને પંચ લઈને ગયા હતા અને એમાં પોલીસના હાથે પકડાઈ ગયા. આ વિદ્યાર્થીઓ ક્લાસમાં પાછળ બેસીને હથિયાર બતાવતા હતા. એક વિદ્યાર્થીએ તો લોખંડનો પંચ પણ પહેર્યો હતો. વિદ્યાર્થીઓએ જાતે જ આ વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. શાળાના સંચાલકોએ તાત્કાલિક ત્રણેય વિદ્યાર્થીનાં નામ ઓછાં કરી નાખ્યાં હતાં, એટલું જ નહીં, પોલીસ પણ ત્યાં આવી પહોંચી અને ત્રણેયને પકડી લીધા. ત્રણેયના દફ્તરમાંથી ૮ ચપ્પુ અને લોખંડના ૩ પંચ જપ્ત કર્યાં છે. વિદ્યાર્થીઓને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરી બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયા છે.