ચીનમાં મળ્યું ૨૪૦૦ વર્ષ જૂનું ફ્લશ ટૉઇલેટ

23 February, 2023 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનના પ્રાચીન શહેર યુએયાંગમાં અંદાજિત ૨૪૦૦ વર્ષ જૂના ફ્લશ ટૉઇલેટના ભાગો મળી આવ્યા હતા.

ચીનમાં મળ્યું ૨૪૦૦ વર્ષ જૂનું ફ્લશ ટૉઇલેટ

ચીનના પ્રાચીન શહેર યુએયાંગમાં અંદાજિત ૨૪૦૦ વર્ષ જૂના ફ્લશ ટૉઇલેટના ભાગો મળી આવ્યા હતા. પુરાતત્ત્વવિદોએ આ વાતની ઘોષણા કરતાં પહેલાં તમામ તૂટેલા ભાગોને પહેલાં એક કર્યા હતા. શૌચાલયમાં બાઉલ ઘરની અંદર હતો, જ્યારે એક પાઇપ બહારના ખાડા તરફ હતો. જ્યારે-જ્યારે એનો ઉપયોગ થતો હતો ત્યાર બાદ નોકરો બાઉલમાં પાણી રેડતા હતા. એક મહેલના ખંડેરમાં મળી આવેલા શૌચાલયનો ઉપયોગ કિન શિયાઓગોંગ અથવા તેમના પપ્પા કિન ઝિયાનગોંગ (ઈ. સ. ૩૮૧થી ૪૨૪) દરમ્યાન કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ફ્લશ શૌચાલય ચાઇનીઝ દ્વારા સ્વચ્છતા માટે જોડાયેલો મહત્ત્વનો નક્કર પુરાવો છે. પ્રથમ ફ્લશ ટૉઇલેટ ૧૬મી સદીમાં રાણી એલિઝાબેથ-૧ માટે બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવતું હતું.

offbeat news china