14 May, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં એક ટીનેજરનું જીવન ૨૦ દિવસમાં જ ધરમૂળથી બદલાઈ ગયું હતું, કેમ કે તેને ગામના કહેવાથી બે વાર પરણવું પડ્યું હતું. આ અજીબ ઘટના જમુઈ જિલ્લાના એક ગામમાં બની હતી. ૧૯ વર્ષના વિનોદકુમારને પ્રીતિ નામની મહિલા સાથે ફેસબુક પર પરિચય થયો હતો. એ મહિલા પરણેલી હતી અને તેને એક બાળક પણ હતું. બાવીસમી એપ્રિલે વિનોદકુમાર પ્રીતિના ઘરે ગયો અને ગામના લોકોએ બન્નેને રંગેહાથ પકડી લીધાં. એ પછી બળજબરીપૂર્વક તેમનાં લગ્ન કરાવી દીધાં હતાં. આ કપલે હજી ઘર વસાવ્યું જ હતું ત્યાં વિનોદકુમારની ગર્લફ્રેન્ડ પહોંચી ગઈ હતી. વિનોદકુમાર ગર્લફ્રેન્ડને મળવા તેના ઘરે ગયો અને ગામના લોકોએ ફરી તેને પકડી પાડ્યો. એ વખતે પણ યુવકે ફરજિયાત લગ્ન કરવાં પડ્યાં હતાં. વિનોદનાં બીજાં લગ્નથી તેની પહેલી પત્નીને વાંધો છે, પણ બીજી પત્નીનું કહેવું છે કે તેને આ પરિવાર સાથે રહેવામાં કોઈ પ્રૉબ્લેમ નથી.