જર્મનીની અનોખી ફિંગર રેસલિંગ : દોઢસોથી વધારે સ્પર્ધકો માત્ર આંગળીથી કુસ્તી લડે છે

13 May, 2024 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પણ આ સ્પર્ધા ૧૯૬૧થી દર વર્ષે યોજાય છે.

વાઇરલ વિડિયોની તસવીર

જર્મનીના બવેરિયામાં રવિવારે અનોખી કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. આ રેસલિંગ કૉમ્પિટિશનમાં કુસ્તીબાજો બાવડા નહીં, પણ આંગળીની તાકાત બતાવે છે. નૅશનલ ચૅમ્પિયનશિપ ઑફ ફિંગર રેસલિંગમાં બે-પાંચ નહીં, ૧૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમને પાનો ચડાવવા ૧૦૦૦થી વધારે દર્શકો આવ્યા હતા. આ સ્પર્ધામાં સ્પર્ધકો મિડલ ફિંગર આપસમાં ભેરવીને કુસ્તી લડે છે. હરીફ સ્પર્ધકને આંગળીથી ખેંચીને ટેબલ નીચે પાડી દે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આમ તો જર્મનીમાં આંગળીઓ લડાવવાની રમત ઘણી જૂની છે, પણ આ સ્પર્ધા ૧૯૬૧થી દર વર્ષે યોજાય છે.

offbeat videos offbeat news social media