૧૩૦૦ કલાકારોએ એકસાથે તબલાં વગાડ્યાં, વર્લ્ડ રેકૉર્ડ કર્યો

27 December, 2023 10:56 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

ગ્વાલિયરમાં ૯૯મો ઇન્ટરનૅશનલ તાનસેન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની ટીમ પણ હાજર હતી.

૧૩૦૦ જેટલા તબલાવાદકો નો વર્લ્ડ રેકૉર્ડ

સોમવારે ૨૫ ડિસેમ્બરે સાંજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક અદ્ભુત નઝારો જોવા મળ્યો હતો. અહીં ૧૩૦૦ જેટલા તબલાવાદકોએ એકસાથે તબલાં વગાડીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. આખો કિલ્લો ૨૨ મિનિટ સુધી તબલાના નાદથી ગુંજી રહ્યો હતો. જ્યાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ તેમ જ ઘણા સંગીતપ્રેમીઓ એના સાક્ષી બન્યા હતા. ગ્વાલિયરમાં ૯૯મો ઇન્ટરનૅશનલ તાનસેન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની ટીમ પણ હાજર હતી. આટલાબધા કલાકારોએ એકસાથે તબલાં વગાડતાં ગ્વાલિયરનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયું હતું. એ માટેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. ગ્વાલિયરમાં સંગીતનો મહાકુંભ તાનસેન મહોત્સવ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ ૨૮ ડિસેમ્બર સુધી ચાલશે. એ અંતર્ગત કિલ્લા પર તબલાં દરબાર શણગારવામાં આવ્યો હતો.

offbeat videos offbeat news social media national news guinness book of world records