હરિદ્વારના એક ગામમાં ૧૩ ફુટ લાંબો અને ૧૨૫ કિલો વજનનો અજગર ઘૂસી આવ્યો

10 May, 2024 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન-કર્મચારીઓએ ભારે જહેમત બાદ ઝાડીમાં છુપાયેલા અજગરને પકડી લીધો હતો અને એને સુરક્ષિત રીતે રિઝર્વ્ડ ફૉરેસ્ટ વિસ્તારમાં છોડી દીધો હતો.

પ્રતીકાત્મક તસવીર

ઉનાળો આવતાં જ જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં માનવવસ્તી સુધી પહોંચી જાય છે. હરિદ્વારમાં લક્સર શહેરના ઇસ્માઇલપુર ગામને અડીને આવેલા એક ખેતરમાં ૧૩ ફુટ લાંબો અજગર ઘૂસી આવ્યો હતો. ખેડૂતો આ મહાકાય અજગરને જોઈને ગભરાઈ ગયા હતા અને તેમણે લક્સર ફૉરેસ્ટ વિભાગને જાણ કરી હતી. વન-કર્મચારીઓએ ભારે જહેમત બાદ ઝાડીમાં છુપાયેલા અજગરને પકડી લીધો હતો અને એને સુરક્ષિત રીતે રિઝર્વ્ડ ફૉરેસ્ટ વિસ્તારમાં છોડી દીધો હતો. ૧૩ ફુટ લાંબા આ અજગરનું વજન ૧૨૫ કિલો હતું એટલે એનું રેસ્ક્યુ કરવામાં વન-કર્મચારીઓને ઘણો સમય લાગ્યો હતો.

offbeat videos offbeat news social media haridwar wildlife