૧૦૬ વર્ષ જૂની ૧૦ રૂપિયાની દુર્લભ નોટોની લંડનમાં હરાજી થવાની છે

27 May, 2024 11:10 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ રૅર નોટ પર ભારતની અન્ય ભાષાઓની સાથે ગુજરાતીમાં પણ ‘દસ રૂપીઆ’ લખેલું છે.

દુર્લભ નોટ

૧૦૬ વર્ષ પહેલાં ૧૯૧૮માં એ વખતના બૉમ્બેથી લંડન જતું જહાજ ડૂબી જતાં અન્ય સામાનની સાથે ૧૦ રૂપિયાની બે ચલણી નોટ પણ મળી આવી હતી. હવે આ દુર્લભ નોટોનું ઑક્શન કરવામાં આવશે. લંડનના નૂનન્સ મેફૅર નામના ઑક્શન હાઉસ દ્વારા વર્લ્ડ બૅન્ક નોટ્સ નામે ખાસ ઑક્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ રૂપિયાની આ બન્ને નોટના આશરે ૨૬૦૦ પાઉન્ડ (આશરે અઢી લાખ રૂપિયા) ઊપજશે એવો અંદાજ છે. આ બન્ને નોટ એસએસ શિરાલા નામના જહાજના કાટમાળની સાથે મળી આવી હતી. ૧૯૧૮ની બીજી જુલાઈએ જર્મન નેવીના હુમલામાં આ જહાજ ડૂબ્યું હતું. રસપ્રદ વાત એ છે કે ‘ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા’ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી આ રૅર નોટ પર ભારતની અન્ય ભાષાઓની સાથે ગુજરાતીમાં પણ ‘દસ રૂપીઆ’ લખેલું છે.

london offbeat news international news culture news