યુકેનાં દાદીએ કહ્યું ૧૦૫ નૉટઆઉટનું રહસ્ય: ‘બિઅર પીઓ, એકલા જીવો’

14 November, 2024 05:11 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

યુકેનાં ૧૦૫ વર્ષનાં દાદી કૅથલિન હેનિંગ્સ દીર્ઘાયુનું રહસ્ય જણાવતાં કહે છે કે ‘લાંબું જીવવું હોય તો બિઅર પીઓ અને એકલા જીવો.’

કૅથલિન હેનિંગ્સ

લાંબું જીવવા માટે લોકો કસરત-વ્યાયામ કે યોગનું કારણ આપે, કેટલાક લોકો નીરોગી શરીર અને આરોગ્યપ્રદ આહારને કારણ ગણાવે છે, પણ યુકેનાં ૧૦૫ વર્ષનાં દાદી કૅથલિન હેનિંગ્સ દીર્ઘાયુનું રહસ્ય જણાવતાં કહે છે કે ‘લાંબું જીવવું હોય તો બિઅર પીઓ અને એકલા જીવો.’ કૅથલિન હેનિંગ્સનો જન્મ બ્રિક્સ્ટનમાં ૧૯૧૯માં થયો હતો. વર્ષો સુધી લંડનમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. હળવાશના સમયમાં કૉવેન્ટ ગાર્ડનમાં ડાન્સ, ઑપેરા અને બેલેમાં ભાગ લેતાં. તેમના કહેવા પ્રમાણે આનંદ એ જીવનની ગુણવત્તાનું અભિન્ન અંગ છે. કોઈ પણ પ્રકારની અડચણ વિનાની ખુશી આપતું કામ કરો તો જીવન આપોઆપ વધુ સાર્થક અને લાંબું લાગવા માંડશે. તેમણે એવું પણ કહ્યું કે જો તમારી નોકરી તમને ગમતી ન હોય તો ગમતી પ્રવૃત્તિ કરવા માટે સમય ફાળવવો જોઈએ. તમારે જુસ્સો બતાવવા માટે પ્લસ વન થવાની જરૂર નથી. તમે પોતાની સાથે રહીને પણ જીવનનો આનંદ લઈ શકો છે.

united kingdom international news news offbeat news social media